રાત્રી ના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે...આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો,
પાર્કીંગ મા થી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો...ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું..પ્રાર્થના કરુ...મને થોડી શાંતિ મળે..
એ માણસ મંદિર મા ગયો..જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો,ઊદાસ ચહેરો... આંખો મા કરુણતા..એને જોઈ ને આ માણસ ને દયા આવી..પૂછ્યું"કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?"